<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ભરૃચમાં SOG મેગા ઓપરેશન,૪૪ બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા

દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છેઃપહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભરૃચ જિલ્લામાં બીજી વખત ૪૪ બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડ્યા છે

ભરૃચ,તા.૧૭

પહલગામ હુમલા બાદ, દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ભરૃચમાં ઘુસણખોરોને શોધવા માટે તંત્રને એક્શન મોડમાં લાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ માં જણાવ્યુ કે ભરૃચ એસઓજી પોલીસે ઝડપી કાર્યવાહીમાં છેલ્લા ૪૮ કલાકમાં ભરૃચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ૪૪ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે.

જિલ્લામાં સતત બીજા ૪૮ કલાકના ઓપરેશનમાં, કુલ ૭ અલગ અલગ ટીમોએ ભરૃચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને ઘુસણખોરીના આરોપસર કુલ ૪૪ બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા.

ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓમાં ૧૧ પુરુષો, ૧૮ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. ભરૃચ પોલીસ મુખ્યાલયમાં તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી રહ્યા હતા અને કદાચ ખોટી ઓળખ સાથે રહેતા હતા. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા એજન્સીઓ ઘુસણખોરો સામે કડક વલણ અપનાવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે સતર્ક કાર્યવાહી કરશે.

(10:00 PM IST)