<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

સુરતના અમરોલી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલ બાઇકને આરોપી સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

( ભરત શાહ દ્વારા )નર્મદા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના ના પગલે  આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવા સારૂ ખાનગી બાતમીદારો તથા વાહન ચેકીંગ દરમ્યાન ડીટેક્ટ કરવા એલ.સી.બી. ટીમોને સુચના કરતા દરમ્યાન એલ.સી.બી.ની ટીમ સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચીકાલી ફાટક પાસે વાહન ચેકીંગ તેમજ નાકાબંધીમાં હતા દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક શંકાસ્પદ ઇસમ કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જી.જે.૨૬-આર-૩૮૫૯ સાથે આવતા તેને રોકી નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ સુરેશભાઇ સીતારામ પાડવી (રહે. ઝીરીબેડા તા.કુકરમુંડા જી.તાપી) નું હોવાનું જણાવેલ અને આ સ્પ્લેન્ડર મોટર સાયકલના સાધનિક કાગળો વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી આ મોટર સાયકલના એન્જીન નંબર તથા ચેચીસ નંબર ચેક કરતાં આ સ્પ્લેન્ડર મોટર સાયકલ સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનું જણાઇ આવેલ. અને આ મોટર સાયકલ ચોરીની ફરીયાદ અમરોલી પોલીસ સ્ટેશન માં તા.૧૯/૦૫/ ૨૦૨૪ના રોજ નોંધાયેલ હોય આ ગુનામાં મોટર સાયકલ  ગ્રામ્ય વિસ્તારના માંગરોળ ગામની હોવાનું જણાઇ આવેલ જે બાબતે મોટર સાયકલ માલીકનો સંપર્ક કરતાં તેણે જણાવેલ કે, તેમનો દિકરો નેત્રંગ તાલુકાના કનેરાવ ગામે તેની ફોઇના ઘરે ગયેલ અને રાત્રી દરમ્યાન આ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી થઈ હતી. જેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ તેમજ આરોપી ની અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે સાગબારા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે.
– આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ : (৭) કાળા કલરની સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ જેનો ચેચીસ નંબર MBLHAR086J5L02617 તથા એન્જીન નબર જોતા HA10AGJSL10567 કિ.રૂ.૩૦,૦૦૦/- (૨)મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-

(9:59 PM IST)