તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ૧૯મી જૂને મતદાનના દિવસે જાહેર રજા રહેશે
મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી

અમદાવાદ : ગુજરાતની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૫ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૮-૫-૧૯૬૮ના જાહેરનામા અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
