તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
૧૦૦૦ થી વધુ ભયજનક તત્વો પાસાના પિંજરે પુરાયા પછી સુરતમાં વધુ ૧૬ સામે પગલા.... પીઆઇ આર એસ. સુવેરા
કાશ્મીર ખીણની આતંકવાદી ઘટના , અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા ધ્યાને રાખી ગુપ્તચર વડા તરીકેનો અનુભવ ધરાવતા અનુપમસિંહ ગેહલોતના આદેશથી PCB બ્રાન્ચ એક્ટિવ મોડમાં : પોલીસ કમિશનર વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મળી તેમના વિસ્તારના માથાભારે લોકોના નામ મેળવી, PCB મારફત સામેથી જે તે પોલીસ મથક પાસેથી માહિતી મંગાવી જાતે એક્ટિવ રહેવા સાથે અમારી ટીમને પણ એક્ટિવ મોડમાં રાખે છે : અકિલા સાથે વાયરલ અભિયાન અંગે PCB પીઆઇ ભીતરી વાતો વર્ણવે છે

રાજકોટ,તા.૧૭: કાશ્મીર ખીણની બર્બરતા ભરી આતંકી ઘટના બાદ દેશના સહુથી મોટા બંદોબસ્તવાળી અમદાવાદની રથયાત્રા નિર્વિઘન પસાર થાય તે માટે સાવચેતના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, ગુજરાતના ગુપ્તચર વડાના કાર્યકાળની કારણે હંમેશા દૂરનું વિચારતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચનથી વધુ ૧૭ લોકોને પાસા હેઠળ છેલ્લા ૪ દિવસમાં જેલ યાત્રા કરવા મોકલી આપ્યા હોવાનું PCB પીઆઇ આર.એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
આ તમામ ઇસમો ઉપર અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા, જેમાં મુખ્યત્વેઃ બળજબરીથી નાણાં વસૂલવાનું કળત્ય, વાહન ચોરી અને મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી અને ખૂનનો પ્રયાસ,સ્ત્રીઓ સામે બળાત્કાર, પોક્સો કાયદા હેઠળ કેસ, મહિલાઓની છેડછાડ અને અનૈતિક હલચલનો સામાવેશ થાય છે. પોલીસ તપાસમાં જણાયું છે કે આ ઇસમો પોતપોતાના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા હતા અને તેમના દ્વારા વારંવાર ગુનાહિત પ્રવળત્તિઓ કરવામાં આવતી હતી. જેથી સુરક્ષા દૃષ્ટિએ શહેરમાં અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાવાની શકયતાને ધ્યાને લઈને આ કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી.
સુરતના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા સાથે જ ટૂંક સમયમાં ૧ પત્રકાર સહિત ૧૦૦૦ લોકોને પાસના પિંજરે પુરાયા પછી તાજેતરના ૧૬ લોકો સામે પાસાની કાર્યવાહી કર્યા પછી અમે પ્રવર્તમાન પરિસ્થિતિ અર્થાત્ કાશ્મીર ખીણની ઘટના પછી કેટલાક તત્વોની દુશ્મન દેશના સ્લીપર સેલ એકયા બીજી રીતે ઇન ડાયરેક્ટ તેમની મદદ મેળવે તેવી ભીતિ આધારે પ્રજાને વિવિધ રીતે પીડાતા છેલ્લા ૧૦ દિવસમા ૩૫ લોકોને પાસા હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની રણનીતિ મુજબ ધકેલી દીધા હોવાનું સુરત PCB પીઆઇ આર. એસ. સુવેરા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પીઆઇ આર. એસ. સુવેરાએ વિશેષમાં જણાવેલ કે, પોલીસ કમિશનરશ્રી દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત વખતે એ વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા કરી તેમને વિશ્વાસમાં લે છે. આથી આવા વિસ્તારના દરેકની કર્મ કુંડળી મળી જાય છે. PCB મારફત આવા અપરાધીઓની સામેથી વિગત મેળવી આપી તેમની વિરુદ્ધ પાસા, તડીપાર, ગુજસીટોક જેવી કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં આ ૩૫ પહેલા ૧૬ આરોપીઓ પાસાના પિંજરે પુરાયા છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે અમારી ટીમે તાજેતરમાં ૧૬ વર્ષથી વધુ સમય થયા ફરાર સહિત ૧૦ વર્ષથી વધુ સમયથી કરાર ૩૦ આરોપી પોલીસ કમિશનરના રીઢા અપરાધીઓ વિરૂદ્ધ જંગ અભિયાન અંતર્ગત ઝડપ્યા છે.
તેમ જેમની ટીમ દ્વારા ભયજનક તત્ત્વોને પાસાના પિંજરે પૂરવાની પોલીસ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલે છે તેવા PCB પીઆઇ આર. એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતને અંતે જણાવ્યું હતું
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
