તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
નરેન્દ્રભાઇ-અમિતભાઈ ટોચના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો મારફત દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માગે છે
દેશને હચમચાવી નાખનાર બોઇંગ ૭૮૭- ૮ની દુર્ઘટનાનું વડાપ્રધાન કાર્યાલયમાં પોસ્ટમોર્ટમના કારણનું તારણ આવું છે : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક BSF અને એરપોર્ટ સુરક્ષા સંભાળતા CISF માં ટોચના સ્થાને રહ્યા હોવાથી વડાપ્રધાન કાર્યાલયમાં ખાસ હાજર રખાયેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ટીમ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક ટીમના સંકલનની નોંધ લેવાઈ

રાજકોટ, તા.૧૭: સમગ્ર દેશને હચમચાવી નાખનાર અમદાવાદની એર ઇન્ડિયાની ૭૮૭-૮ બોઇંગ દુર્ઘટના એક અકસ્માત છે, પણ આ અકસ્માત કેમ બન્યો? તેમાં કોઈ ટેકનિકલ ક્ષતિ હતી કે કેમ? તે અંગે આ ક્ષેત્રના નિષ્ણાતો મારફત પોસ્ટમોર્ટમ કરાવવા માંગે છે.
બોઇંગમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ? પાયલોટના સર્વિસના સમય ગાળો, બોઇંગની બીજી ટેકનિકલ બાબતો, તેમાં લેટેસ્ટ ટેક્રિકલ ફેરફાર વિગેરે બાબતે દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરવા માગતી હોવાથી ટોચના ટેકનિકલ નિષ્ણાતોની બેઠક ખુદ PM૦ દ્વારા રાખવામાં આવી એનો મતલબ એ કે ખુદ વડાપ્રધાન અને જે કેન્દ્રીય ગળહપ્રધાન અમિતભાઈ શાહ આ મામલે ગંભીર છે.
અત્રે એ યાદ રહે કે આ બેઠકમાં લશ્કરની પાંખ એવા બોર્ડર સિકયોરિટી વિભાગના ગુજરાત ફ્રન્ટીયરના ગાંધીનગર ચિલોડા ખાતે બીએસએફ હેડ કવાટર સંભાળી ચૂકેલા અનુભવી એવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક પણ આ બેઠકમાં સામેલ કરાયા હતા. જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક એરપોર્ટ સિકયોરિટીની જવાબદારી જેમના હસ્તક હોય છે તેવા CISF ના દિલ્હી ખાતે ખૂબ જવાબદાર ips તરીકે મહત્વના સ્થાને રહી ચૂકયા હોય કેન્દ્ર દ્વારા તેમને પણ ખાસ આનંત્રિત કરાયા હતા તેવું ટોચના સૂત્રોએ અકિલાને જણાવ્યું છે.
ઉકત બેઠકમાં અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતની મુલાકાત સમયે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમીશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા અદભુત સંકલન રહ્યું તેની પણ pmo દ્વારા નોંધ લેવામાં આવી છે. આજ રીતે હોસ્પિટલ સ્ટાફ, FSL વિગેરેની કટોકટી સમયની ભૂમિકાથી કેન્દ્ર પ્રસન્ન છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જે રીતે પંચનામા સહિતની કામગીરી આટોપી અને વિધાર્થીઓ વિગેરેના મળત્યદેહની સોંપણી કાર્ય માટે પણ ટીમ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકનીનોંધ લેવાયાનું સૂત્રો જણાવે છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
