તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મધરાત્રે મેઘરાજા તોફાન મચાવશે :10 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી :રેડ એલર્ટ :19 જિલ્લામાં યલો એલર્ટ જારી
મહિસાગર, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ

અમદાવાદ : રાજયમાં ધમાકેદાર શરૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. મોટા ભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, અનેક સ્થળો પર પાણી ભરાયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે.
હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લાઓમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે, મોડીરાત્રે પણ અહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે 7 થી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદ માટે આગાહી કરી છે. જેમાં મહિસાગર, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા રેડ એલર્ટ આપ્યું છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગરહવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે (15 જૂન)ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જો કે હવે એજ જિલ્લાઓમાં રેડ અને યેલો એલર્ટ આપવામાં આવતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
