<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

રાજપીપળા કાળિયાભૂત પાસે બની રહેલી ડીવાયએસપી કચેરીના ખોદકામ વેળા પાલિકાની પાણીની લાઇન તૂટી

પાલિકાની પાણીની લાઈનો તૂટતા પાલિકા ટીમો કામે લાગી, જોકે અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન, ગેસ લાઇન વીજ કેબલ સહિત અમુક લાઈનો ત્યાંથી જાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેર ના કાળીયા ભૂત મામા ના મંદિરે પાસે બની રહેલી  ડીવાયએસપી કચેરી ની કામગીરી દરમિયાન ખોદકામ વેળા પાલિકા ની પાણી ની લાઈનો તૂટતા પાલિકા ટીમ કામે લાગી છે.

મળતી માહિતી મુજબ કાળીયાભૂત મામા ના મંદિર પાસે બની રહેલી ડીવાયએસપી ની કચેરી ના ખોદકામ વખતે
નગરપાલિકા ની પાણી ની અંડરગ્રાઉન્ડ લાઇન તૂટતા આસપાસ ના લોકો ને પાણી ની તકલીફ પડતા પાલિકા ની ટીમ ત્યાં મરામત માટે કામે લાગી છે. જોકે શહેર ના અમુક વિસ્તાર માં અંડરગ્રાઉન્ડ પાણી ની લાઈન, ગેસ લાઇન, વીજ કેબલ સહિત ઘણી લાઇનો જાય છે અને જેસીબી વડે ખોદકામ કરતા ઘણીવાર લાઈનો તૂટે છે, તાજેતર માં પણ વીજ કંપની ના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટતા કલાકો સુધી વીજ પૂરવઠો ખોરવાયો હતો.ત્યારે હાલમાં કાળિયા ભૂત વિસ્તાર માં પાણીની લાઇન તૂટતા પાલિકા ના કામદારો કામે લાગ્યા છે. આમ અવાર નવાર આવી.કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ લાઈનો તૂટવાની ઘટના બનતી હોય ત્યારે કામગીરી વેળા જે તે વિભાગ ના જાણકારો ને સાથે રાખી કામગીરી થાય તો લાઈનો તૂટવાની નોબત ના આવે.

(10:57 PM IST)