<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી ગોરા ગામના શારદાબેનનું પરિવાર શોકાતુર

રૂપાણી પરિવાર સાથે શારદાબેનનો સારો ઘરોબો હતો અને તેઓ વિજયભાઈને મોટાભાઈ માનતા હતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની ઘટના અમદાવાદમાં બની જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો આ ઘટનાથી આખું દેશ રડી રહ્યું છે. ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના શારદાબેન તડવી એકતા નર્સરીમાં કામ કરે છે અને તેઓ રૂપાણી સાથે સારો સંબંધ ધરાવતા હતા વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધવા માટે પણ ગયા હતા ત્યારથી તેમને મોટાભાઈ માનતા હતા. પોતાનો મોટો ભાઈ ગુમાવ્યાનો તેમને રંજ છે.વિજયભાઈ  રૂપાણીનો ફોટો લઈને બેસી રહે છે. અને રડ્યા કરે છે. આ આખો તડવી પરિવાર શોકાતુર બન્યો છે.
    સ્વ.વિજયભાઈ રૂપાણી જ્યારે રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે કેવડીયા એકતાનગર ખાતે આવતા અહીંયાના સ્થાનિકોને મળતા, એકતા નર્સરીમાં બોનસાઇ વિભાગમાં કામ કરતા શારદાબેન તડવી સાથે વિજયભાઈ અને અંજલિબેનને સારો સંબંધ હતો. શારદાબેન વિજયભાઈને રાખડી બાંધવા ગાંધીનગર પણ ગયા હતા. ત્યારે શારદા બેન તેમના ઘરે પણ ગયા હતા. એક મોટાભાઈની લાગણી સાથે આ બેન બંધાયા હોય તેમના મૃત્યુના સમાચાર મોબાઈલમાં સાંભળ્યા બાદ શારદાબેન પોક મૂકીને રડ્યા હતા. આ ઘટનામાં શારદાબેનની તબિયત નાદુરસ્ત બની અને તેઓ બે થી ત્રણ દિવસથી રડ્યા કરે છે. મોટો ભાઈ ગુમાવ્યો એવું બોલી રડ્યા કરે છે તેમને જોઈ આખું પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયું. છે.


 

(10:55 PM IST)