<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને મૃતક યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાં વખારીયા ઈન્ડસ્ટ્રીઝ નજીક આવેલા સુરત મહાનગર પાલિકાના ખુલ્લા પ્લોટમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયી હતી. આ બનવાની જાણ પોલીસને કરવામાં આવતા ભેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, હાલ મૃતક યુવકની ઓળખ થઈ નથી પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ યુવકે આ પગલું કેમ ભર્યું તે સામે આવી શકશે.

 

(8:58 PM IST)