તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
કાલથી ત્રણ દિવસ ગુજરાતમા વરસાદી માહોલ જામશે : જૂનના અંતમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઇ શકે:અંબાલાલ પટેલની આગાહી
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા : જુનાગઢના ભાગમાં ભારે વરસાદ પડશે

અમદાવાદ :ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ અને ગુજરાતમાં ધમાધમ વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. મંગળવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂન મહિનાના અંતમાં તેમણે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 17, 18 અને 19 જૂનમાં ઘણાં ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં જુનાગઢના ભાગમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા તેમને વ્યક્ત કરી છે.
આ ઉપરાંત નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગમાં વરસાદ છે. કેટલાકમાં ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે, 17થી 19 જૂન દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ, કપડવંજ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તથા ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર તથા કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.કચ્છના કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત તેમણે જૂનના અંતિમ અઠવાડિયામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, 26થી 30 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં જૂનાગઢના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત જૂનના અંતમાં સુરત, વલસાડ, આહવા, ડાંગ, તાપી અને નર્મદામાં ભારે કે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 થી 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડશે જેના પગલે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. કેટલાક ભાગમાં વિકટ પરિસ્થિતિ જોવા મળી શકે છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
