<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્‍જ એલર્ટ

અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામી રહ્યો છે, અને હવામાન વિભાગે આજે રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આજે સોમવારે ૮ જિલ્લાના છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ સાથે ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવી છેઃ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ

આ ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ૧૭ જૂનના ભાવનગર, કચ્‍છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરાઈ છે

(1:47 PM IST)