<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

નસવાડી તાલુકામાં વીજળી પડતા ચાર પશુઓના મોત :ટ્રેકટર પર ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ

દામણીયાઆંબા ગામના ભીલ સુખરામભાઈ મનાભાઈનો એક બળદ અને એક ભેંસ પર અને નિશાણા ગામે બે બળદ પર વીજળી પડવાના કારણે મોત

નસવાડી તાલુકાના પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે નસવાડી તાલુકામાં ચાર પશુ અને એક વ્યક્તિનું વીજળી પડવાના કારણે મોત થયું હતું. જેમાં નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામના ભીલ સુખરામભાઈ મનાભાઈનો એક બળદ અને એક ભેંસ પર અને નિશાણા ગામે બે બળદ પર વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા.

નસવાડી તાલુકાના મોધલા ગામના રોહિત બાબરભાઈ કંચનભાઈ ભાઈ પલાસણી મોધલા રોડ પાસેના ખેતરમાં હતા તે સમયે ટ્રેક્ટર પર ઝાડ પડયું હતું. ઝાડ પડવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન સ્થળ પર પહોંચ્યું હતું અને સ્થિતિનો પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે. તંત્ર દ્વારા મૃતકના પરિવારને શોક સંદેશ પાઠવવા સાથે સરકારે નક્કી કરેલ આર્થિક સહાય આપવા અંગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

(12:01 PM IST)