તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th June 2025
છોટા ઉદેપુર જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ : ઝોઝ કેવડી રસ્તા પર વૃક્ષો ધરાસાયી થતા રસ્તો બંધ
ક્વાંટ, નસવાડી, બોડેલી, પાવીજેતપુર, સંખેડા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો

છોટા ઉદેપુર જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વાવાઝોડાની સૌથી મોટી અસર છોટાઉદેપુરના ઝોઝ કેવડી રસ્તા પર જોવા મળી છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. માર્ગ ખુલ્લો કરવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અન્ય જગ્યાઓએ પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો મળ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, નસવાડી, બોડેલી, પાવીજેતપુર, સંખેડા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
