તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
દાહોદમાં અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ :વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત
મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી

દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી હતી. પિતા-પુત્ર પર વીજળી પડતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંનેને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો હતો.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
