તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
હિન્દુ ભગવા વાહિનીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે હાર્દિક શુક્લાની નિમણૂક કરવામાં આવી
હાર્દિક શુક્લાને અનેક લોકો દ્વારા રૂબરૂ, ટેલીફોન કે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : હિન્દુ ભગવા વાહિનીના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ અજયકુમાર શર્મા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે હાર્દિક શુક્લાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના હાર્દિક શુક્લાની વરણીના સમાચાર મળતા પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો સહિતના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકો દ્વારા રૂબરૂ ટેલીફોન કે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. હાર્દિક શુક્લાના નેતૃત્વમાં હિન્દુ ભગવા વાહિનીની ગુજરાત પ્રદેશની મજબૂત ટીમ બનાવવામાં આવશે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિત મજબૂત કાર્યક્રમો પણ આપવામાં આવશે તેઓ લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના હાર્દિક શુક્લા પત્રકાર, તંત્રી, સામાજિક કાર્યકર, મેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ સુરેન્દ્રનગર તરીકે સેવાઓ આપી રહ્યા છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
