<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

બે-ત્રણ દિવસમાં ચોમાસાની એન્‍ટ્રીઃ મેઘરાજા પધરામણી કરશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૧૪ થી ૨૦ જુન સુધીની આગાહીઃ અલગ-અલગ દિવસે જુદા-જુદા વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ તો ક્‍યારેક ભારે વરસાદ પડશેઃ ચોમાસુ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે, બાદ ક્રમશઃ આગળ વધશે

 

 

રાજકોટઃ ખેડૂતો માટે આનંદના સમાચાર છે. મંદ પડી ગયેલ ચોમાસુ ફરી આગળ વધશે. આગામી બે ત્રણ દિવસમાં કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એન્‍ટ્રી કરશે. બાદ ક્રમશઃ આગળ વધશે. આવતા અઠવાડીયે અલગ અલગ દિવસે જુદા - જુદા વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ તો કયાંક ભારે વરસાદ પડી શકે છે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગુજરાત રિજિયન અને સૌરાષ્‍ટ્રના કેટલાક ભાગોમાં બે થી ત્રણ દિવસ માં ચોમાસું પ્રવેશવાની શકયતા છે. હાલની હવામાનની સ્‍થિતિ જોઇએ તો ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્‍ય કરતાં ૧ડીગ્રીની વધઘટ જોવા મળે છે.

નોર્મલ મહત્તમ તાપમાન મોટાભાગના સ્‍થળોએ ૩૮ડીગ્રી થી ૩૯ડીગ્રી વચ્‍ચે  જ્‍યારે ઉત્તર ગુજરાતમાં સામાન્‍ય તાપમાન આશરે ૪૦ડીગ્રી ગણાય. ગઇ કાલે ૧૩ જૂને રાજકોટ        ૪૦.૦ (નોર્મલ થી ૧ ડીગ્રી વધુ) અમરેલી        ૩૬.૭ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ,)  ડીસા       ૪૦.૮ (નોર્મલ થી ૧ ડીગ્રી વધુ,) અમદાવાદ ૪૦.૬ (નોર્મલથી ૧ ડીગ્રી વધુ,) ભુજ૩૯.૬ (નોર્મલ આસપાસ) નોંધાયેલ.

દક્ષિણપヘમિ ચોમાસાની પヘમિી શાખા ૨૬ મે થી સ્‍થિર છે. પૂર્વ શાખા પણ ૨૯ મે થી સ્‍થિર છે. હાલની સિનોપ્‍ટિક સ્‍થિતિ તારીખઃ૧૪ જૂનહાલમાં NLM નીચેના માર્ગે પસાર થાય છે.

17.0°N/55°E  17.5°N/60°E  18.0°N/65°E  18.5°N/70°E  મુંબઈ, અહિલ્‍યાનગર, અડિલાબાદ, ભવનિપાટણા, પુરી, સેન્‍ડહેડ આઇલેન્‍ડ, 23.5°N/89.5°E ,બાલુરઘાટ 30.0°N/85.0°E

આવતા દિવસોમાં દક્ષિણપヘમિ ચોમાસા માટે અનુકૂળ પરિસ્‍થિતિઓ દેખાઈ રહી છે ગુજરાતના કેટલાક ભાગો વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગો (આગામી ૨ દિવસ) પヘમિ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો (પછીના ૩ દિવસમાં)

પヘમિ રાજસ્‍થાન અને આસપાસના પાકિસ્‍તાન વિસ્‍તારમાં ઉપરની સપાટીએ ચક્રવાતીય પરિભ્રમણ, જેનાથી ઉત્તર મધ્‍ય મહારાષ્‍ટ્ર સુધી વિસ્‍તાર છે.

મરાઠવાડા વિસ્‍તારમાં ઉપરની અને મધ્‍ય સપાટીએ બીજું ચક્રવાતીય પરિભ્રમણ, જે ઊંચાઈ સાથે દક્ષિણ પヘમિ તરફ ઝૂકે છે અને આંધ્ર પ્રદેશના કાંઠે વિસ્‍તાર છે.

પヘમિ વિક્ષેપ (Western Disturbance) મધ્‍ય સપાટી પર પヘમિ પવનવાળા ક્ષેત્રોમાં દ્રફરૂપે દેખાય છે, જેમાં તેની ધરી ૫.૮ કિમી ઊંચાઈએ, લોંગિટયુડ 70°E ઉપર અને Latitude ૨૬°Nથી ઉત્તર તરફ છે. દક્ષિણ બાંગ્‍લાદેશ અને ઉત્તર બંગાળની ખાડી વિસ્‍તારમાં ચક્રવાતીય પરિભ્રમણ, જેનાથી દક્ષિણ ઓડિશા તરફ જાય છે.

બીજું ચક્રવાતીય પરિભ્રમણ પヘમિ-મધ્‍ય બંગાળની ખાડીમાં, ઉત્તર કાંઠા આંધ્ર પ્રદેશના નજીક, મધ્‍ય સપાટીએ જોવા મળે છે. આગામી સિનોપ્‍ટિક પરિબળો ૧૫ જૂન (સવાર) UAC ૭૦૦ hPa અને ૫૦૦ hPa સ્‍તરે, મુંબઈથી પヘમિ અને સૌરાષ્‍ટ્રથી દક્ષિણ તરફ સર્જાય તેવી સંભાવના.

૧૬થી ૧૯ જૂન ૭૦૦ hPa UAC ગુજરાત તરફ ઉત્તર દિશામાં આગળ વધશે અને રાજ્‍યની નજીક રહેશે.

૧૬થી ૧૭ જૂન ૮૫૦ hPa UAC ગુજરાત રાજ્‍ય નજીક અથવા ઉપર વિકસશે તેવી સંભાવના છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માટે તા.૧૪ જુન થી ૨૧ જુન સુધીની આગાહી કરતાં જણાવેલ કે મુખ્‍યત્‍વે દક્ષિણપヘમિથી પヘમિ દિશાના પવન. ગતિઃ૧૨-૨૦ કિમી/કલાક, અને તીવ્ર પવનમાં ૨૦-૩૫ કિમી/કલાક. વીજળી સાથે પવનની તીવ્રતા ૩૫-૪૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

સામાન્‍ય રીતે આંશિક વાદળછાયું, કયારેક વાદળતા વધે તેવી શકયતા છે.

દક્ષિણપヘમિ ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને કાંઠા સૌરાષ્‍ટ્રમાં પ્રવેશી શકે છે. તેના પછી ચોમાસું સમગ્ર રાજ્‍યમાં ફેલાશે. જ્‍યાં ચોમાસું જાહેર થયું નથી ત્‍યાં પ્રી-મોન્‍સૂન વરસાદ ગણાય.

વરસાદની આગાહી ગુજરાત રિજિયન અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ (૧૪થી ૨૧ જૂન) હળવો મધ્‍યમ અને સીમિત વિસ્‍તારો માં ભારે વરસાદ જુદા જુદા વિસ્‍તારોમાં અલગ અલગ દિવસે. કયારેક ઠીક ઠીક વ્‍યાપક વિસ્‍તાર તો કયારેક છુટા છવાયા વિસ્‍તાર માં.

(4:12 PM IST)