તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
રાજ્યમાં આવતા અઠવાડીયે કેટલાક વિસ્તાોરમાં ભારે વરસાદ પડી શકેઃ હવામાન ખાતુ

રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલીમાં કડાકા ભડાકા સાથે સારો વરસાદ વરસવાની સંભાવના
અમદાવાદઃ ગુજરાતમાં એક દિવસ ગરમીનો પારો ઉચકાયા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થયો હતો. એક તબક્કે ૪૩ ડિગ્રી ઉપર વટાવેલું તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ આવી ગયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ૧૬ જૂનથી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
