<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ટીમ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક લોકોના આંસુ લુછવા રાઉન્‍ડ ધ કલોક ૨૪ કલાક ઘર પરિવાર ભૂલી ગયેલ

વિમાની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તે CISF અને લશ્‍કરી પાંખ બીએસએફનો અનુભવ અમદાવાદ સીપીએ કામે લગાડયો : ગુજરાતના ઇતિહાસની મોટી દુર્ઘટનામાં પોલીસ દ્વારા પંચનામા સહિત કપરી કામગીરી ૧૬ કલાકમાં પૂર્ણ.. સ્‍ટુડન્‍ટ્‍સના મળત્‍યુ દેહની ઓળખ સાથે પરિવારને સુપ્રત કરવા કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા.,૧૪:  અમદાવાદમાં સમગ્ર દેશને હચમચાવતી બોઇંગ ૭૮૭-૮ ની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂકયુ છે તેવા સમયે ભોગ બનેલા પરિવારના લોકોના આંસુ લૂછી તેમને કોઈ તકલીફ ન પડે તે માટે અન્‍ય વહીવટી તંત્ર માફક પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમ પણ ઘર પરિવાર ભૂલી ૨૪   કલાક ખડે પગે રહી હતી. જેની નોંધ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા લેવામાં આવી હતી.      

આવી ભયાનક ઘટના ઘટે ત્‍યારે વહિવટી તંત્ર પણ પ્રેસર નીચે આવી જવાથી અજાણતા ઘણી ભુલ થાય છે.                 

જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકના કિસ્‍સામાં જોઈએ તો તેવો તેવો વિમાની સુરક્ષાની જેના શિરે જવાબદારી હોય છે, તેવા CISF  માં દિલ્‍હી ખાતે ખૂબ મોટા જવાબદારીભર્યા સ્‍થાને રહી ચૂકયા હોવાથી વિમાની સુરક્ષા અને દુર્ઘટના સમયે કેવી રીતે કાર્ય કરવું તેનાથી સુપરિચિત છે.         બીજું તેઓ લશ્‍કરની એક પાંખ એવા બોર્ડર સિકયોરિટી ફોર્સના ગુજરાત ફ્રન્‍ટીયરના વડા રહી ચૂકયા છે. આવી કટોકટી સમયે કેવી રીતે શાંત મગજ રાખી કોઇ બિન જરૂરી ટિક્કા ટીપણીથી દૂર રહી ટીમની હિંમત તૂટે નહીં તે રીતે નેતળત્‍ય પૂરું પાડવું તેની વિશેષ્ટ તાલીમ મેળવી છે.જે અમદાવાદની ૨૭૫ જેટલા મરણાંક દરમિયાન ખૂબ ઉપયોગી નિવડી.                                   

જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા તમામ બાબતોની અભ્‍યાસ કરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ સાથે રહી અકસ્‍માત અંગેની મહત્‍વની અભ્‍યાસપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.                                   

અકસ્‍માત પછી પોલીસ દ્વારા જે પંચનામાં સહીતની વિધિ પોલીસને માર્ગદર્શન આપી ૧૬ કલાકમાં પુરી કરી. મેડિકલ કોલેજ સહિત સ્‍ટુડન્‍ટની લાશની ઓળખ વિધિ ઝડપથી કરી પરિવારને સાંત્‍વના આપી જે તે સ્‍થળે જવા ઝડપથી કાર્યવાહી કરી આપી.આમ ટીમ જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક આ દુર્ભાગ્‍ય પૂર્ણ ઘડીએ ૨૪ કલાક કાર્યરત રહી લોકોને  મદદરૂપ  બનવા   સતત પ્રયત્‍નશીલ રહી.

(11:54 AM IST)