તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th June 2025
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા હૃદયરોગ માટે બીટા-બ્લોકર ‘‘બિસ્કાડો'' લોન્ચ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ દેશની સૌથી પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે બિસ્કાડો (બિસોપ્રોલોલ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે બીટા-બ્લોકર થેરાપીના ગતિશીલ અને ઝડપથી વિકસતા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જે હૃદયરોગની સારવારમાં એક મહત્વપૂર્ણ ઘટક છે.
ભારતમાં વધતી હૃદય સંબંધિત સમસ્યા માટે યોગ્ય ઉકેલ બિસોપ્રોલોલએ હાઇ કાર્ડિયોસિલેક્ટિવ બીટા-૧ એડ્રેનર્જિક બ્લોકર છે જેનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર, એન્જેના (છાતીમાં દુખાવો) અને ક્રોનિક હાર્ટ ફેલિયોરમાં અસરકારક છે. હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર દ્યટાડીને, તે હૃદયનો તાણ હળવો કરે છે અને હૃદય બંધ થવાથી થતા મૃત્યુ દરમાં નોંધપાત્ર સુધારા સાથે હોસ્પિટલમાં દાખલ થવામાં ઘટાડો કરે છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
