તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th June 2025
સુરત SOGનો સપાટો :અડાજણ અને પાલ વિસ્તારમાં દરોડો :1.71 કરોડની E સિગરેટનો જથ્થો ઝડપાયો
આરોપી મંથન શાહ અને જનક પટેલ પાસે E સિગરેટનો જથ્થો મળ્યો : મંથન શાહ દિલ્હીથી લાવ્યો હતો પ્રતિબંધિત E-સિગરેટનો જથ્થો.

સુરત શહેરમાંથી SOG એ ફરી પ્રતિબંધિત E-સિગરેટ ઝડપી પાડી છે. SOG પોલીસે, બાતમીના આધારે દરોડા પાડીને રૂપિયા 1.71 કરોડની E સિગરેટ ઝડપી પાડી છે. ટેટુ પાડવાના ધંધાની આડમાં E-સિગરેટનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે અડાજણ અને પાલ વિસ્તારમાં રેડ કરી હતી. આરોપી મંથન શાહ અને જનક પટેલ પાસે E સિગરેટનો જથ્થો મળી આવ્યો છે
. મંથન શાહ દિલ્હીથી પ્રતિબંધિત E-સિગરેટનો જથ્થો લાવ્યો હતો . પોલીસે ઈ સિગારેટનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે .
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
