તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
અંકલેશ્વરમાં નર્મદા નદીના કિનારે આવેલ અંબાગિરી આશ્રમમાં લૂંટ : સનસનાટી
લૂંટારુઓ આશ્રમના સેવકને માર મારી ચપ્પુની અણીએ સોનાની વીંટી અને રોકડા 30 હજારની લૂંટ ચલાવી ફરાર

ભરૂચના અંકલેશ્વરમાં નર્મદા નદીના કિનારે આવેલ અંબાગિરી આશ્રમમાં લૂંટ થઈ છે. લૂંટારુઓ આશ્રમના સેવકને માર મારી ચપ્પુની અણીએ સોનાની વીંટી અને રોકડા 30 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
આશ્રમ નજીક લાકડા ના કાપવા દેવાની રીસ રાખીને સેવકને નિશાન બનાવી લૂંટ ચલાવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશ્રમના 2 સેવકને ઇજા પહોંચી છે. દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
આ મામલે બી ડિવિઝન પોલીસે, લૂંટ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
