તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
મોરજડી આંબાફળીયામાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં એક મહિલા એ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર ભીખાભાઇ હાનીયાભાઇ વસાવા(રહે.મોરજડી ) નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પત્ની મોગીબેન ભીખાભાઇ હાનીયાભાઇ વસાવા (ઉં.વ.૪૦ )(રહે. મોરજડી આંબાફળીયુ) નાઓએ ગઇ તા.૦૮/૦૬/૦૨૫.ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામા પોતાના રહેણાંક ઘરે કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમના કુટુંબીજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે તા.૦૯/૦૬/૦૨૫ ના રોજ રીફર કરતા જનરલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઇ આવી દાખલ કરેલ તેમને સારવાર દરમ્યાન ફરજ ઉપર ના ડોકટર એ મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
