<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સિંચાઈના પાણી ના મળતા તિલકવાડા ગરુડેશ્વર તાલુકાના ધરતીપુત્રો નારાજ

જિલ્લામાંથી પાણી જાય છે પણ નર્મદા જિલ્લો જ પાણી વગર વંચિત છે: રાજ્યના 13 લાખ ધરતી પુત્રોને 15 મેં થી સિંચાઇના પાણી મળશે ની મુખ્ય મંત્રીની જાહેરાત છતાં નર્મદાના બે તાલુકાઓના 10 હજારથી વધુ ખેડૂતો વંચિત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ છે જમીનો જિલ્લાના લોકોએ ગુમાવી અને બાળકોનું ભવિષ્ય સુધરશે એમ વિચાર્યું પરંતુ કચ્છ સુધી પાણી જાય છે પણ નર્મદાના ખેડૂતોને પાણી મળતું નથી, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા ને વાડીયા બ્રાન્ચ માંથી પાણી મળતું હતું પરંતુ હાલ મુખ્ય મંત્રીના આદેશને જાણે નર્મદા કેનાલના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એમ કેનાલોમાં પાણી છોડવા તૈયાર નથી ખેડૂતો ડિમાન્ડ કરતા નથી એટલે પાણી નથી છોડવામાં આવ્યું તેવી વાતો કરે છે તો મુખ્યમંત્રીના હુકમ નું શું..?

    ગત વર્ષે સારો વરસાદ પડતા હાલ નર્મદા ડેમ 52 ટકા ભરેલો છે ત્યારે જે પાણીથી સરકાર રાજ્યના 207 જળાશયોમાં પાણી ભરીને રાજ્યના ખેડૂતોને પાણી આપે છે ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને અન્યાય કેમ..? માટે સરકાર સામે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા ના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમે જિલ્લા કક્ષાએથી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં પણ કોઈ સાંભળતું નથી એટલે આ તાલુકાઓમાં પાણી છોડે તે જરૂરી છે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.


 

(11:27 PM IST)