<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો : જાણો 17 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 17 માર્કેટ યાર્ડમાં કુલ 5,405 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 17 માર્કેટ યાર્ડમાં કુલ 5,405 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. નડિયાદ યાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ 320 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 400 રૂ., અમદાવાદમાં 380 રૂ., મહુવામાં 366 રુ., મહેસાણામાં 340 રૂ., રાજકોટમાં 320 રૂ., ગોંડલમાં 241 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,405 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:43 PM IST)