તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ગુજરાતમાં કોરોના ફરી વકર્યો : ૨૪ કલાકમાં ૨૨૩ નવા કેસ : સક્રિય કેસનો આંકડો ૧૦૦૦ ને પાર!
રાજ્યમાં કુલ ૧૨૨૭ એક્ટિવ કેસ : ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં : ૧૨૦૪ હોમ આઈસોલેશનમાં : આજે ૧૦૫ દર્દીઓ સાજા થયા : નાગરિકોને સાવચેતી અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા અપીલ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે, અને પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના ૨૨૩ નવા કેસ નોંધાતા, સક્રિય કેસોનો આંકડો ૧૦૦૦ ને પાર કરીને ૧૨૨૭ પર પહોંચી ગયો છે. આ આંકડાઓ રાજ્યમાં કોરોનાની ત્રીજી કે ચોથી લહેરના સંકેતો આપી રહ્યા છે.
વર્તમાન સ્થિતિ અને તકેદારીના પગલાં:
રાજ્યમાં હાલ કુલ ૧૨૨૭ સક્રિય દર્દીઓમાંથી, ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે, હાલ કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર નથી. જ્યારે બાકીના ૧૨૦૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે. આજે ૧૦૫ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-૧૯ થી થતા મૃત્યુનો સત્તાવાર આંકડો આજે પણ શૂન્ય છે, જે એક રાહતની વાત છે.
આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
સામાન્ય જનતાને પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જેમાં ખાંસી કે છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવા, જાહે૨ સ્થળોએ થૂંકવાનું ટાળવું, અવા૨નવા૨ સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ૨નો ઉપયોગ ક૨વો, તેમજ ભીડવાળી જગ્યાઓ ટાળવી વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, સૌ નાગરિકોએ સાવચેતી અને સહકાર રાખવો અત્યંત જરૂરી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
