News of Tuesday, 10th June 2025
અમદાવાદમાં કોરોનાએ માજા મૂકી : એક જ દિવસમાં 175 જેટલા કોરોનાના કેસો નોંધાયા
સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, વાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, થલતેજ, બોપલ, ઘુમા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા,ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે 7 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે સરેરાશ 5 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં એક જ દિવસમાં 175 જેટલા કોરોનાના કેસો નોંધાયા હતા, જ્યારે 60 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1091 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 761 જેટલા એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 328 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, વાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, થલતેજ, બોપલ, ઘુમા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા,ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા છે.
રાજકોટમાં કોરોનાના આજે વધુ 9 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 116 પર પહોંચ્યો હતો. કોરોનાથી આજે એક વ્યકિતનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત નિપજ્યું હતું. શહેરમાં આજે 7 દર્દી કોરોના મુક્ત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 9 જૂને રાજ્યમાં 235 નવા કેસ નોંધાયા હતા. જ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો હતો. જેમાંથી 33 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 1076 હોમ આઈસોલેશનમાં છે. 106 સંક્રમિતો કોરોના મુક્ત થયા હતા.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
