તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
રાજ્યમાં બુલડોઝર કાર્યવાહી :અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાના જુહાપુરામાં 3,292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું
નઝીર વોરાનુ ઝુબેદા હાઉસ તોડી પડાયું: 12 વર્ષથી નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો :આણંદમાં પોલીસે દબાણકારો પાસેથી 600 ગુંઠા જમીન મુક્ત કરાવી :250થી વધુ કાચા અને પાકા દબાણો હટાવાયા :ભાવનગર, અંજાર અને જૂનાગઢમાં પણ કાર્યવાહી

અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાએ જુહાપુરામાં દબાણ કરેલા 3,292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું અને નઝીર વોરાનુ ઝુબેદા હાઉસ તોડી પડાયું છે. 12 વર્ષથી નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો, જેને ખાલી કરાવાયો છે. આણંદમાં પણ પોલીસે દબાણકારો પાસેથી 600 ગુંઠા જમીન મુક્ત કરાવી, અહીં 250થી વધુ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા છે.
ભાવનગરમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન કામગીરી કરી, જ્યાં ધોબી સોસાયટીથી બોરતળાવ સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છના અંજારમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્ચા છે. કચ્છમાં આરોપી મુસ્તાકે સરકારી જમીન પર બનાવેલું મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદે બાંધકામ કરીને બનાવાયેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
