તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
અમદાવાદના દરિયાપુરમાં SMCનો સપાટો : ડ્રગ્સ સાથે કુખ્યાત મુસ્તાક શેખ ઝડપાયો : ૫.૫૫ લાખનું મેફેડ્રોન જપ્ત
લુખોટા પોળમાંથી દબોચાતા ગુનેગાર આલમમાં ફફડાટ : એક આરોપી વોન્ટેડ : ભૂતકાળમાં પણ NDPS કેસોમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો

અમદાવાદ, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) પોલીસે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક મોટી ડ્રગ્સ વિરોધી રેડ પાડી છે. ૯ અને ૧૦ જૂન ૨૦૨૫ના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં લુખોટા પોળ, ચારવાડ, દરિયાપુર ખાતે આવેલા હસન સૈયદ મસ્જિદના મકાન નંબર ૩૦૯૬ પર દરોડો પાડીને ૫૫.૫૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ૫,૫૫,૩૦૦ રૂપિયા આંકવામાં આવી છે.
આ રેડમાં મુખ્ય આરોપી મુસ્તાક હુસૈન ગુલામ રસૂલ શેખ ને NDPS એક્ટની કલમ ૮(C), ૨૨(C), ૨૯ અને BNS એક્ટની કલમ ૧૧૧(૩)(૪) હેઠળ ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન (કિંમત ૫,૦૦૦ રૂપિયા), ૯૨૦ રૂપિયા રોકડા અને એક ડિજિટલ વેઇટ સ્કેલ (કિંમત ૩૦૦ રૂપિયા) પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ ૫,૬૧,૫૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વોન્ટેડ આરોપી અને ગુનાહિત ઇતિહાસ
આ કેસમાં આકિબ @ લડ્ડુ રઈસ અહેમદ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે દરિયાપુરનો જ રહેવાસી છે. પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.
ઝડપાયેલા આરોપી મુસ્તાક હુસૈન ગુલામ રસૂલ શેખનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે ભૂતકાળમાં પણ NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો છે:
* ઈસનપુર પોલીસ સ્ટેશન: Cr.No.૧૧૧૯૧૦૨૨૨૨૦૫૬૬/૨૦૨૨, NDPS એક્ટ: ૮(c), ૨૨B, ૨૯
* કરંજ પોલીસ સ્ટેશન: Cr.No.૧૧૧૯૧૦૨૭૨૪૦૨૭૯/૨૦૨૪, NDPS એક્ટ: ૮(c), ૨૧(c), ૨૯
આ રેડ SMC ના પીઆઈ એ.જે. ચૌહાણ અને પીએસઆઈ કે.ડી. રાવિયા દ્વારા તેમની ટીમ સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ કાર્યવાહીથી ડ્રગ્સના દૂષણને અંકુશમાં લેવા પોલીસ તંત્ર સક્રિય હોવાનો સંદેશ મળ્યો છે અને ગુનેગાર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
