<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સાયબર ફ્રોડની માહિતી માહિતી આપવામાં CID ક્રાઇમ વિગેરેને મળેલ મુક્‍તિ પાછી ખેંચો

લોકોને મળેલ હક્કનો લાભ છીનવાઈ જતો અટકાવતા માહિતી કમિશનર નિખિલ ભટ્ટનુ અનુકરણીય કદમ ગુપ્તતાના બહાને લોકોને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખવા અયોગ્‍ય હોવાનો સ્‍પષ્ટ મત..

રાજકોટ, તા.૧૦: રાજ્‍ય માહિતી કમિશનર અને અનુભવી નિવળત સનદી અધિકારી નિખિલભાઈ ભટ્ટ દ્વારા લોકોના વિશાળ હિતમાં અને લોકોને મળેલ વિશેષ હક્કો અંતર્ગત ખૂબ મહત્‍વનો નિર્ણય કરતી ભલામણ રાજ્‍ય સરકારને કરી છે.

ગુપ્તતાના બહાને અરજદારોને માહિતીથી વંચિત રખાતા હોવાથી આયોગ નારાજ ગુજરાતમાં સાયબર ક્રાંઇમને લગતી ફરિયાદો બાબતે આરટીઆઇ હેઠળ માંગવામાં આવતી માહિતી હવે અજરદારોને મળી શકશે, સંવેદનશીલ તપાસ અને ગુપ્તતાના નામે પોલીસ દ્વારા જે વિગતો આપવાની મનાઇ કરવામાં આવતી હતી તે હવે અરજદાર કે ફરિયાદીને આયોગે માટે માહિતી આપોને ભલામણ કરી છે. તાજેતરમાં, ગુજરાત રાજ્‍ય માહિતી આયોગે સાયબર ક્રાઈમના કેસોમાં RTI (માહિતી અધિકાર અધિનિયમ) ની છૂટછાટ અંગે એક મહત્‍વપૂર્ણ આદેશ આપ્‍યો છે. CID (ક્રાઈમ) અને અન્‍ય પોલીસ એકમોને RTI છૂટછાટ સમાપ્ત કરવાની ભલામણ કરી છે.

ગુજરાત રાજ્‍ય માહિતી આયોગે (CID) (Crime) અને Local Crime Branches (LCB)  સહિતના અન્‍ય ક્રાઈમ બ્રાન્‍ચને સાયબર છેતરપિંડીના કેસોમાં ૨૦૦૫ થી મળતી RTI છૂટછાટને રદ કરવાની ભલામણ રાજ્‍ય સરકારને કરી છે.

આયોગે સ્‍પષ્ટ કર્યું છે કે સાયબર છેતરપિંડીના પીડિતોને તેમની ફરિયાદની સ્‍થિતિ, તપાસમાં થયેલી પ્રગતિ અને નાણાંની વસૂલાત અંગેની માહિતી મેળવવાનો અધિકાર છે. ગુપ્તતાના બહાને તેમને આ માહિતીથી વંચિત રાખવા એ અયોગ્‍ય છે. આદેશમાં જણાવાયું છે કે RTI એક્‍ટ ૨૦૦૫ની કલમ ૨૪, જે સંવેદનશીલ તપાસ કરતી એજન્‍સીઓને છૂટછાટ આપે છે, તેનો દુરુપયોગ નિયમિત સાયબર ક્રાઈમ કેસોમાં માહિતી રોકવા માટે ન થવો જોઈએ.

આયોગે રાજ્‍ય સરકારને ૨૦૦૫ના નોટિફિકેશનમાં સુધારો કરવા અને CID ઈશિળય, કઈઇત અને અન્‍ય ગુનાહિત શાખાઓમાંથી સાયબર છેતરપિંડી ડેટા માટેની છૂટછાટોને ખાસ કરીને પાછી ખેંચી લેવા વિનંતી કરી છે. કમિશને CIDને આદેશ આપ્‍યો છે કે રાજ્‍ય સરકાર દ્વારા નોટિફિકેશનમાં કરવા અને CID  અને અન્‍ય ગુનાહિત શાખાઓમાંથી સાયબર છેતરપિંડી ડેટા માટેની છૂટછાટોને ખાસ કરીને પાછી ખેંચી લેવા વિનંતી કરી છે. કમિશને CIDને આદેશ આપ્‍યો છે કે રાજ્‍ય સરકાર દ્વારા નોટિફિકેશનમાં સુધારો કર્યાના ૫ દિવસની અંદર અરજદારને વિનંતી કરેલી માહિતી પૂરી પાડવામાં આવે.

આ આદેશ રાકેશ કુમાર પ્રજાપતિ નામના ગાંધીનગર નિવાસી દ્વારા દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં આવ્‍યો છે, જેમણે સાયબર છેતરપિંડીમાં ૪.૫ લાખ રૂપિયા ગુમાવ્‍યા હતા અને RTI હેઠળની નકલ અને સંબંધિત દસ્‍તાવેજો માંગ્‍યા હતા

(3:42 PM IST)