<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

તલાટીની ર૩૮૯ જગ્‍યાઓ માટે ૪.૮૬ લાખ અરજીઓ

૩.૮૪ લાખ અરજીઓ કન્‍ફર્મઃ અરજી કરવા આજે રાત સુધીની મુદતઃ જુલાઇમાં પરિક્ષાની શકયતા

રાજકોટ, તા. ૧૦: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજયમાં મહેસુલી તલાટીઓની ર૩૮૯ જગ્‍યાઓ ભરવા માટે તા. ર૬ થી અરજીઓ મંગાવવામાં આવેલ જેનો અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. વર્ગ-૩ ના કક્ષાના તલાટી બનવા માટે લાખો સ્‍નાતક ઉમેદવારોએ અરજી કરી છે.આધારભુત સુત્રોના જણાવ્‍યા મુજબ ર૩૮૯ જગ્‍યાઓ માટે આજે બપોર સુધીમાં ૪.૮૬ લાખ જેટલી અરજીઓ આવી ગઇ છે. જેમાંથી ૩.૮૪ લાખ અરજીઓ કન્‍ફર્મ થઇ ગઇ છે. ૩.ર૦ લાખ ઉમેદવારોએ પરિક્ષા ફી ભરી દીધેલ છે. આજે તા. ૧૦ રાત્રે ૧૧.પ૯ કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. પ્રાથમિક પરિક્ષા જુલાઇમાં યોજવાની મંડળની ગણતરી છે.પ્રાથમિક પરિક્ષા ર૦૦ ગુણની એમસીકયુ આધારીત રહેશે જેમાં ગુજરાતી, અંગ્રેજી પ્રજાકીય વહીવટ ઇતિહાસ, ભુગોળ વગેરે વિષયો આવરી લેવામાં આવ્‍યા છે. મેથ્‍સ રીઝનીંગના સૌથી વધુ ૪૦ ગુણ રહેશે. ર૩૮૯ જગ્‍યાઓ માટે પાંચ લાખ જેટલીઓ અરજીઓ આવતા ગુજરાતમાં રોજગારીની જરૂરીયાતવાળા શિક્ષીત યુવાનોની સ્‍થિતીનો ખ્‍યાલ આવે છે. પરિક્ષા આજનુ આંકડાકિય ચિત્ર જોતા પ્રત્‍યેક જગ્‍યા માટે ર૦૦ થી વધુ ઉમેદવારો થાય છે.(૬.ર૧)

(3:37 PM IST)