તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ધોળકા-અમદાવાદમાં ભાજપની બેઠકમાં માર્ગદર્શન આપતા પ્રદીપ ખીમાણી

રાજકોટ, જુનાગઢ(સ્તિથ) પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણીના અમદાવાદ જિલ્લા તથા કર્ણાવતી મહાનગરના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ધોળકા સર્કિટ હાઉસ ખાતે ધોળકા શહેર તથા તાલુકા સંગઠન મંડલના શક્તિકેન્દ્ર સંયોજકોની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તેમાં હાજરી આપી. બેઠકમાં આગામી પાર્ટીના કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક ચર્ચા સાથે વિશેષ માર્ગદર્શન આપેલ. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, શહેર મહામંત્રી મેહુલભાઈ રામી તથા લાભુભાઈ રાણા, તાલુકા મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા તથા જીગ્નેશભાઈ પટેલ, મંડલના શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તેમજ અપેક્ષિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. અમદાવાદ જિલ્લાના બાવળા શહેર તથા તાલુકાના શક્તિકેન્દ્ર સંયોજકની પરિચય બેઠકમાં પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
