તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ગ્રામ પંચાયત સમરસ બને તો રૂા. પ૧ લાખ વિશેષ પુરસ્કાર
મતક્ષેત્ર માટે મંત્રી કુબેરભાઇ ડીંડોરની જાહેરાત

રાજકોટ : રાજયના આદિજાતિ વિકાસ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરે પોતાના મત વિસ્તાર સંતરામપુર (મહિસાગર જિલ્લો) માં બિનહરીફ થનાર આખી ગ્રામ પંચાયતને રૂા. પ૧ લાખનો વિશેષ પુરસ્કાર (ગ્રાન્ટ) આપવાની જાહેરાત કરી છે. તેને ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળ્યો છે. તેમના વિધાનસભા મત વિસ્તારમાં ર૬ ગ્રામ પંચાયતોની ચુંટણી છે.
કુબેરભાઇ ડીંડોરે જણાવેલ કે, સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના સંતરામપુર તથા કડાણા તાલુકા સમાવિષ્ટ ગામોની ગ્રામ પંચાયત ચુંટણી ર૦રપમાં સમરસ (બિનહરીફ) રીતે ગ્રામ પંચાયતની રચના થાય તો વિશેષ ગ્રાન્ટમાંથી રૂા. પ૧ લાખ ફાળવવાની જાહેરાત કરી છે. સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા પણ વિશેષ અનુદાન આપવામાં આવેલ છે. સરકાર તરફથી મળતા પ લાખ ઉપરાંત મંત્રીની જાહેરાત મુજબ આદિજાતી વિકાસ વિભાગમાંથી રૂા. પ૧ લાખ મળી કુલ પ૬ લાખની ગ્રાન્ટ મળવાપાત્ર થશે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
