<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

તિલકવાડાના સાહેબપુરા ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઇકને અથડાતા માતા પુત્રને ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ મોટરસાઇકલ સાથે અકસ્માત કરતાં માતા પુત્રને ઇજા થઈ હતી

  મળતી માહિતી અનુસરવાવિજયભાઈ અરવિંદભાઈ બારીયા (રહે.પુછપુરા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના મોટાભાઈ પરેશભાઈની હિરો કંપનીની મોટર સાઈકલ નં. GJ-22-R-7054 લઈને તેમનાં મમ્મી લક્ષ્મીબેન અરવિંદભાઇ બારીયા નાઓની સાથે ગામ બોર તલાવ તા.સંખેડા જી. છોટાઉદેપુર થી પરત તેમના ગામ પુછપુરા આવવા હતા ત્યારે વોરા ચોકડીથી આગળ જતા નાળા પાસે સાહેબપુરા ત્રણ રસ્તા તરફથી એક ઈસમ પોતાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવી લાવી તેમની મોટર સાયકલને આગળના ભાગે અથાડી મોટર સાયકલ સાથે તેમને અને તેમના મમ્મીને રોડ ઉપર પાડી ફઈ જમણા પગે ફ્રેકચર કરી ઈજાઓ પોહચાડી ગુનો કરતા તિલકવાડા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:56 PM IST)