<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

નર્મદા જિલ્લામાં ઝોલાછાપ તબીબો ફરી સક્રિય થયા હોવાની બૂમ :તંત્ર પગલા લે તેવી માંગ

ભૂતકાળમાં લાછરસ , અગર, સાગબારા, દેડિયાપાડા, સેલંબા સહિત બોગસ તબીબો ઝડપાયા હતા સમગ્ર જીલ્લામા બોગસ ડોકારોની દુકાનો બંધ કરાવવી જરૂરી

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં બોગસ તબીબોની જાણે માયાજાળ  ફેલાયેલી હોય તેમ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય સેવાઓને કારણે ગરીબ દર્દીઓ જાગૃતિના અભાવ ને કારણે ઘર આંગણે મળતી સુવિધાઓને લેવા બની બેઠેલા બોગસ ડોક્ટરની સંખ્યા વધી રહી છે, ગરીબ દર્દીઓનું આર્થિક શોષણ કરી આરોગ્ય સાથે તેઓ ચેડાં કરે છે ત્યારે આ બાબત તંત્રની લાપરવાહી કે મહેરબાની કહેવાય..?
    જિલ્લામાં આવા ઝોલાં છાપ બની બેઠેલા ડોકટરોની પ્રેકટીસ બિન્દાસ ચાલતી આવી છે  ત્યારે ભૂતકાળમાં કોરોના મહામારીના સમયમાં પણ ગામડાના આદિવાસી દર્દીઓ ટેસ્ટિગ કરવાને બદલે કે હોસ્પિટલમાં દાખલ થવાને બદલે આ બોગસ ડોકટરો ને ત્યાં કોરોના ની સારવાર લેતા હતા અને ગંભીર હાલત માં કોવિડ હોસ્પિટલ માં દાખલ થતા હતા જે ખરેખર ગંભીર બાબત હતી પરંતુ ત્યારે આરોગ્ય વિભાગ અને નર્મદા પોલીસે બોગસ ડોક્ટરને ત્યાં દરોડા પાડી ડિગ્રી વગર એલોપથી પ્રેકટીસ કરતા ડોક્ટરોને ત્યાંથી દવાઓ વગેરે ના મુદ્દામાલ સાથે તેમને પકડી લીધા હતા અને તંત્ર દ્વારા કાર્યવાહી થતા જે તે સમયે આ બોગસ દવાખાના ને તાળા લાગ્યા હતા જોકે થોડા સમય બાદ આ ઝોલા છાપ ડોકટરો પુનઃ સક્રિય થયા હોવાનું લોકોનું કહેવું છે તો પુનઃ આરોગ્ય વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ ચેકીંગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો પર લાલ આંખ કરે તેવી માંગ છે.

(9:51 PM IST)