News of Saturday, 7th June 2025
વડોદરામાં શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા મનપાનો આદેશ
શહેરની 14થી વધુ શાળાઓ પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ ના હોવાથી નોટિસ પાઠવાઈ

વડોદરામાં ગત વર્ષે નારાયણ વિદ્યાલયની દિવાલ પડતા 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ શાળાને બંધ કરી દેવાઈ હતી. ચાલુ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સતર્ક બન્યુ છે અને શાળાઓ પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન વડોદરા શહેરની 14થી વધુ શાળાઓ પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ ના હોવાથી નોટિસ પાઠવાઈ હતી. રિપોર્ટ રજૂ ન કરી શકનારી શાળાઓને સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શાળાઓને તાત્કાલિક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવા સૂચન કરાયું છે. ઉપરાંત, રિપોર્ટ જમા ન કરાવનાર શાળાઓના સીલ ન ખોલવાનું પણ મનપાએ જણાવ્યું.હતું
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
