તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
કુલપતિ ઉત્પલ જોશીનું શિક્ષણમંત્રીના હસ્તે બહુમાન

રાજકોટઃ Zee-24 કલાક દ્વારા આયોજિત શિક્ષા કોનકલેવ ૨૦૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને ‘‘એક્સેલેન્સ ઇન એજ્યુકેશન'' માટે સન્માનિત કરવામાં આવી. શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા કુબેરભાઈ ડીંડોરના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીને ‘‘એક્સેલેન્સ ઇન એજ્યુકેશન'' માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૮ વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં રાજ્યમાં અગ્રેસર છે અને આ માટે Zee-24 કલાક દ્વારા આયોજિત શિક્ષા કોનકલેવ ૨૦૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને ‘‘એક્સેલેન્સ ઇન એજ્યુકેશન'' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
