તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
અમદાવાદના ઓઢવમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો: આરોપીએ ગેલેરીમાં જઈ આપઘાતની આપી ચિમકી
આરોપીને ઝડપવા માટે ઓઢવના શિવમ આવાસમાં ગયેલ પોલીસને જોઈને આરોપી ગભરાઈને ગેલેરીમાં કૂદી પડયો અને ગેલેરીમાંથી નીચે પડવાની ધમકી આપતો હતો

અમદાવાદમાં ફરી આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચોરીના આરોપીને ઝડપવા ગઈ તે દરમિયાન આરોપી ગેલેરીમાં ઉતરી ગયો અને પોલીસને આપઘાતની ચિમકી આપી રહ્યો હતો, એક કલાક સુધી પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ ઘટના બની હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીને ઝડપવા માટે ઓઢવના શિવમ આવાસમાં ગઈ હતી તે દરમિયાન પોલીસને જોઈને આરોપી ગભરાઈને ગેલેરીમાં કૂદી પડયો હતો અને ગેલેરીમાંથી નીચે પડવાની ધમકી આપતો હતો, તો પોલીસે મહામહેનતે તેને શાંતિથી સમજાવ્યો હતો અને આરોપી નીચે કૂદી જાય તો તેને બચાવવા માટે પોલીસે બચાવ જાળ પણ પાથરી રાખી હતી, આરોપી અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા
ઓઢવના શિવમ આવાસ યોજનામાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીને ઝડપવા ગઈ હતી તે દરમિયાન આરોપીએ પોલીસથી બચવા માટે સ્ટંટ કર્યો હતો અને આરોપી મરવાનું કહીને ગેલેરીમાં લટકી ગયો હતો, આરોપીને નીચે ઉતારવા માટે પોલીસે મહેનત કરી હતી, આરોપી અભિષેક ફાયરિંગના ગુનામાં પણ સંડોવાયેલો છે, તો આસપાસના લોકો પણ આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડયા હતા, આરોપી પોલીસને કહી રહ્યો હતો કે હું નીચે પડી જઈશ અને મરી જઈશ ત્યારે થોડીકવાર તો પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
