તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ :સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા:ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
અરબી સમુદ્રમાંથી આવતા ભેજને લીધે હાલ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલની આગાહી છે કે 14થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે 22 જૂન સુધી ચોમાસુ ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે.આ સાથે જ 21થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
