તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 7th June 2025
કિ.રૂ.૫૪,૩૫,૬૪૦ ના ગાંજાના જથ્થાના મુદ્દામાલ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને સુચના આપતા પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેતા એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ટીમ દ્રારા રેઇડ કરતા (૧) સુમન W/O સુભાષ શીવચંદ્ર યાદવ (૨) સંજુદેવી W/O કુંદન 'એ પોતાના કબજા મદન રાય નાઓએ પોતાના કબજાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૨.૨૨૧ કિ.ગ્રા. નો જથ્થો મળી આવેલ તેમજ તેની સાથે મુકેલા રોકડા રૂ. ૨૬,૧૭,૫૦૦/- તથા સોનાના દાગીના ૨૯.૬ તોલા તથા ચાંદીના દાગીના ૧૬.૬૭૦ ગ્રામ તપાસ દરમ્યાન મળી આવેલ જે અંગેના કોઈ સંતોષકારક આધાર પુરાવા રજુ કરેલ ના હોય તેમજ આ પૈસા તથા દાગીના નાર્કોટીકસના ધંધામાથી કમાયેલ હોવાનુ પ્રાથમિક પુછપરછમાં જણાઈ આવતા આરોપીઓ વિરૂધ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓના નામ :-(૧) સુમન W/O સુભાષ શીવચંદ્ર યાદવ ( રહે. મકાન નં-૪૩૪, આલીશાન સીટી, જિતાલી, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ મુળ રહે.ચંદ્રપુર, થાણા-દાઉદપુર, જિ.છપરા (બિહાર)(૨) સંજુદેવી W/O કુંદન મદન રાય (રહે. મકાન નં-૩૬૬, આલીશાન સીટી, જિતાલી, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ મુળ રહે.બહેનગામા, થાણા-દેસરી, જિ.બૈસાલી (બિહાર)
વોન્ટેડ આરોપીઓ :(૧) સુભાષ શીવચંદ્ર યાદવ (૨) કુંદન મદન રાય (બન્ને રહે.આલીશાન સીટી, જિતા, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ) નો સમાવેશ થાય છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
