તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
NFAT ૨૦૨૫ પરીક્ષા મોકૂફ : કુદરતી આફત અને ટેકનિકલ સમસ્યાઓ બન્યા કારણ! ઉમેદવારો તેમની કોઈપણ પૂછપરછ ઇમેઇલ દ્વારા કરી શકે
૭ અને ૮ જૂને યોજાનારી NFSU પ્રવેશ પરીક્ષા મુલતવી રખાઈ : નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે : ટિકિટ રદ ન કરી શકનાર ઉમેદવારોને રેલવેના સેકન્ડ ક્લાસ ભાડા સુધીનું રિફંડ મળશે

ગાંધીનગર : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) માં વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાનારી NFAT ૨૦૨૫ (NFSU Admission Test) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલી મહત્વપૂર્ણ નોટિસ અનુસાર, દેશના કેટલાક ભાગોમાં આવેલી કુદરતી આફતો અને અણધારી ટેકનિકલ સમસ્યાઓના કારણે ૭મી અને ૮મી જૂન, ૨૦૨૫ ના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર નિર્ધારિત પ્રવેશ પરીક્ષા (NFAT 2025) મુલતવી રાખવામાં આવી છે.
આ અસુવિધા બદલ NFSU દ્વારા ઊંડો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુધારેલી પ્રવેશ પરીક્ષા (NFAT 2025) ની નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ભાડા રિફંડ અંગેની વ્યવસ્થા:
યુનિવર્સિટીએ ઉમેદવારોને થયેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે ટિકિટ બુક કરાવી હતી અને કોઈ કારણસર તે રદ કરી શક્યા નથી અથવા પરીક્ષા કેન્દ્ર સુધી પ્રવાસ કરી ચૂક્યા છે, તેઓ તેમની મૂળ ટિકિટો NFSU, ગાંધીનગરને સબમિટ કરી શકશે. આવા કિસ્સાઓમાં, રેલવેના સેકન્ડ ક્લાસ ભાડા સુધીનું રિફંડ આપવામાં આવશે.
ઉમેદવારો તેમની કોઈપણ પૂછપરછ માટે [email protected] પર ઇમેઇલ મોકલી શકે છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર નવી તારીખો અને અન્ય અપડેટ્સ માટે નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
