<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત -નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો : જાણો 14 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 1,424.20 ટન ડુંગળીની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 1,424.20 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. ખંભાત યાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ 240 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 400 રૂ., સુરતમાં 380 રૂ., ભુજમાં 360 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,424.20 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:46 PM IST)