<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

અમદાવાદમાં યોજાયેલ ‘વૈદ્ય વાઇબ્‍સ'માં ગીત સંગીતે જમાવટ કરી

રાજકોટ : હનુમંત ક્રિએશન રાજકોટ અને આયુલીંક અમદાવાદના સંયુકત ઉપક્રમે વૈદ્ય વાઇબ્‍સ શીર્ષકથી સંગીત સંધ્‍યાનું આયોજન કરાયુ હતુ. નારણપુરા સ્‍થિત ક્રોક સ્‍ટુડીયો અમદાવાદ ખાતે આયોજીત આ સમારોહમાં જાણીતા વૈદ્યોએ પોતાની કલાત્‍મક પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા. ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગના પ્રસિધ્‍ધ સંગીત નિર્દેશક વૈદ્ય કેદાર ઉપાધ્‍યાય, ગુજરાત ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગના જોઇન્‍ટ કમિશ્‍નર વૈદ્ય કમલેશ ભટ્ટ, પોરબંદરના જાણીતા વૈદ્ય મિલન વસાવડા સહીત ૧૫ થી વધુ વૈદ્યોએ ખુબ સુંદર પ્રસ્‍તુતિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન રાજકોટના વૈદ્ય ડો. પુલકીત બક્ષી (મો.૯૪૨૮૧ ૮૮૬૦૪) અને અમદાવાદના વૈદ્ય મિલિન્‍દ તપોધને સંભાળ્‍યુ હતુ. રોગોનો ઉપચાર કરનારા વૈદ્ય સંગીત, નૃત્‍ય, અભિનય, લેખન જેવી વિવિધ કલામાં પણ કાબેલીયત પુરવાર કરી જાણે છે તે આ કાર્યક્રમથી પુરવાર કરી બતાવાયુ હતુ.

(2:48 PM IST)