તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જીવનના દરેક પાસા બદલાઇ જશે
અમેરિકામાં USBના મુખ્ય સંશોધક પદ્મશ્રી અજય ભટ્ટે કહ્યું ; IT કંપનીઓમાં AI થકી સોફ્ટવેર ડેવલપ થતાં હોવાથી નોકરી જવાનું જોખમ વધશે

વડોદરા તા.૬: અમેરિકામાં USBનું સંશોધન કરનારા અને શહેરની એમ.એસ. યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી પદ્મશ્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભવિષ્યમાં દરેક ક્ષેત્રને અસર પડશે. AI વ્યક્તિના જીવનના દરેક પાસા બદલશે.
અમેરિકામાં USBના મુખ્ય સંશોધક પૈકીના એક એવા MSUના પૂર્વ વિદ્યાર્થી અજય ભટ્ટને ગત જાન્યુ. માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનમિત કરાયા હતાં. જેમાં તેમના ૧૩૦ જેટલા પેટન્ટ છે. આજે શહેરના મહેમાન બનેલા પદ્મશ્રી અજય ભટ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુદ્દે વાતચીત કરતા જણાવ્યું હતું, AIને કારણે મને લાગે છે કે, દુનિયા મોટા પાયે બદલાવાની છે. આજનો એપ્લિકેશન બેઝ અપ્રોચ ભવિષ્યમાં ટાસ્ક બેઝ થઈ જશે. AIને કારણે એજ્યુકેશન, હેલ્થ, આર્ટ, ફિલ્મ-મ્યુઝિક મેકિંગ અને ટુરિઝમ સહિતના ક્ષેત્ર પ્રભાવિત થશે.
AI એજન્ટને યૂઝરની જાણકારી હોય છે. જેમાં યૂઝરને શું ગમે છે ? તેની પસંદગીનું સ્થળ અને ફૂડ સહિતની નાની-મોટી રોજિંદા જીવનની જાણકારીનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં A1થી વ્યક્તિના જીવનનું દરેક પાસું બદલવાનું છે. લગભગ દરેક ક્ષેત્રમાં મોટાભાગની નોકરીઓ પણ પ્રભાવિત થશે. વર્તમાન સમયમાં કેટલીક IT કંપનીઓમાં AI થકી સોફ્ટવેર ડેવલપ થઈ રહ્યાં છે. ફેરફારો હંમેશા વિચલિત કરનારા હોય છે. હજુ થણા કામ બાકી છે. કશું રાતો-રાત થતું નથી પણ કયારે થશે? તેની આગાહી કરવી પણ મુશ્કેલ છે. ઈન્ટરનેટ AIના પરિણામે બદલાશે. એકદરે પરિવર્તન દરેક જગ્યાએ આવવાનું છે. ભારતની વાત કરતા અજય ભટ્ટે ઉમેયું હતું કે, જ્યારે પણ હું ભારત આવું છું ત્યારે સકારાત્મક પરિવર્તન જોઉં છું. વડાપ્રધાન મોદીને AIની અસરનો અહેસાસ હોવાથી તેના પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિવિધ ક્ષેત્ર મોટા રોકાણ પણ થઈ રહ્યાં છે.
છેલ્લાં ૩૦ વર્ષમા USBમાં પણ મોટાપાયે બદલાવ થયો છે
અજય ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષમાં વિકસિત યુનિવર્સલ સિરિયલ બસ (USB) સતત બદલાઈ રહ્યું છે. જે હજુ કદાચ થોડા વર્ષો સુધી ચાલુ રહેશે. સમય જતા મુળ USBની ટાઈપ સી. વાયરલેસ ટ્રાન્સફર, કનેક્ટર્સની બંને બાજુઓ સમાન થવી. હાઇ-ડેફિનેશન ડિસ્પ્લે તથા વીડિઓને સપોર્ટ કરવો, ૧ ઝડપી ડેટા ટ્રાન્સફર અને ૩૦ વોટથી ૧૦૦ વોટનો સુધારા સહિત તેની ડિઝાઈનમાં ફેરફાર થયો છે. આ ઉપરાંત આજે મોબાઇલમાં USB કનેક્ટ કરી શકાય છે. સાથે ફોન પણ મેગ્નેટિક ર્ચાજિંગથી ચાર્જ થાય છે.
અમેરિકામાં ભૂતકાળ અને ભવિષ્યના માહોલમાં બદલાવ છે.
ભારતમાંથી ઇમિગ્રન્ટ્સ જ્યાં પણ જાય ત્યાં તેઓનું ખૂબ જ યોગદાન હોય છે. આ ઉપરાંત ઇમિગ્રન્ટ્સ વિદેશના સ્થાનિક નાગરિકો કરતા વધુ જોખમ ઉઠાવે છે. જેમાં સફળતા પણ મળે છે. આ ઉપરાંત પરિવારથી દૂર વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ ખુબ મહેનત કરે છે. નવા દેશમાં જનારા માટે બધું નવું હોય છે. અજાણ્યા સ્થળે નવી શરૂઆત કરનારાઓને નવી સિસ્ટમ, નવી ભાષા અને કામ કરવાની નવી રીત શિખવી પડે છે. અમેરિકામાં ભુતકાળ અને ભવિષ્યના માહોલમાં બદલાવ છે. આજે વિદ્યાર્થીઓને વિઝા-નોકરીમાં મુશ્કેલી પડે છે. વિદેશી વિધાર્થીઓ નિયંત્રણોથી અમેરિકામાં વિવિધ ક્ષેત્રમાં અસર પડશે. તેવું અજય ભટ્ટે ઉમેયું હતું.
TiE વડોદરા દ્વારા પદ્મશ્રી અજય ભટ્ટનું સન્માન કરાયું
પદ્મશ્રી અજય ભટ્ટ સાથે તેમના સન્માનમાં વ્ત્ચ્ વડોદરાના ચાર્ટર સભ્યો દ્વારા આજે સયાજીગજની સૂર્યા પેલેસ હોટલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વ્ત્ચ્ વડોદરાના નિલેશ શુક્લા સહિતના અગ્રણીઓ દ્વારા અજય ભટ્ટનું સન્માન કરાયું હતું.(૩૮.૨૮)
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
