<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પ્રાંતિજ ઓવરબ્રિજ પર એસટી બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો: બસ રેલિંગ સાથે અથડાઈ

બસ રોડની વચ્ચોવચ આવેલા ડિવાઈડર ૫૨ રહેલા લોખંડની રેલિંગ પર ચડી ગઇ: બસમાં સવાર 15 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા:તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો

પ્રાંતિજ ઓવરબ્રિજ પર એસટી બસના ચાલકના હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડરની રેલિંગ પર બસ ચડી ગઈ હતી. બસમાં સવાર 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બસ ચાલકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર હિંમતનગરથી પ્રાંતિજ ફૂટની બસ પ્રાંતિજ તરફ આવતી હતી. ત્યારે પ્રાંતિજના ઓવરબ્રિજ પર માણસા તાલુકાના અનોડિયા ગામના બસચાલક જગતસિંહ કાનસિંહ રાઠોડને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જગતસિંહ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની વચ્ચોવચ આવેલા ડિવાઈડર ૫૨ રહેલા લોખંડની રેલિંગ પર ચડી ગઇ હતી. જેના પગલે બસમાં સવાર 15 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

(1:46 PM IST)