News of Friday, 6th June 2025
ગુજરાત કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ઘરપકડ
વર્ષ 2024માં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કારણે ધરપકડ

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર વર્ષ 2024માં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાના મોત્બેરની આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોય તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે. કેસની વધુ તપાસ સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સમગ્ર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
