<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

અમદાવાદના નિકોલમાં મુક્તિધામ એસ્ટેટ પાસે પૈસાની લેતી દેતી બાબતે પાઈપ અને ચપ્પુના ઘા ઝીકી હત્યા

3 શખ્સોએ બે યુવકો ઉપર પાઈપ અને ચપ્પુથી હુમલો કરતાં એકનું મોત: કૌટુંબિકભાઈ પંકજ બચાવવા વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ તેના ઉપર પણ ગડદાપાટુ અને ચપ્પુ વડે હુમલો કર્યો

અમદાવાદના નિકોલમાં મુક્તિધામ એસ્ટેટપાસે પૈસાની લેતી દેતી બાબતે 3 શખ્સોએ બે યુવકો ઉપર પાઈપ અને ચપ્પુથી હુમલો કરતાં એકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં દવાખાને ખસેડાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, કઠવાડામાં ગોકુલ ગેલેક્ષી ફ્લેટમાં વાડામાં 22 વર્ષીય યુવક વિવેકસિંહ હરેન્દ્રસિંહ તોમર નિકોલ મુક્તિધામ એસ્ટેટ ખાતે આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો. ગત તારીખ 4ના રોજ મોડી રાત્રે યુવક તેના કૌટુંબીકભાઈ પંકજ તોમર સાથે મુક્તિધામ એસ્ટેટે ખાતે હાજર હતાં.

આ દરમિયાન મુક્તિધામ એસ્ટેટમાં રહેતો આકાશ ઉર્ફે સોનુસતપાલસિંહ ચૌહાણ, તેનો ભાઈ આઝાદ ચૌહાણ અને નરોડા ખાતે રહેતો તેનો મિત્ર નિતેશ ઉર્ફે દિનુ કાયમસિંહ તોમરત્યાં આવી વિવેકસ પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો કરી તને બહું ચરબી ચઢી ગઈ છે ને આજેતારીચરબી ઉતારી દઈશું તેમ કહીંને ત્રણેય શખ્સો ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. બાદ આઝાદે વિવેકને પકડી આકાશે તેની પાસે રહેલી પાઈપનો ફટકો મારી દીધો હતો. જ્યારે નિતેશે તેની પાસે રહેલું ચપ્પુ કાઢી યુવકના ગળા તથા હાથના ભાગે ઘા મારી તેને લોહી લુહાણ કરી મૂક્યો હતો.

આ દરમિયાન યુવકનો કૌટુંબિકભાઈ પંકજ તેને બચાવવા વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ તેના ઉપર પણ ગડદાપાટુ અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ બનાવને પગલે લોકો એકઠાં થઈ જતાં ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયાં હતાં. 108ની મદદથી બંને યુવકોને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાતાં ફરજ પરના તબીબોએ વિવેકને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.

(11:30 AM IST)