News of Friday, 6th June 2025
ગુજરાત સરકારના અધિકારીઓ માટે બે અઠવાડિયાની તાલીમ ફરજિયાત
બઢતી અને ઉચ્ચ પગાર ધોરણ મેળવતા પહેલા તાલીમ લેવી જરૂરી

રાજકોટ, તા. ૬: રાજય સરકારના વિવિધ સેવાઓના વર્ગ ૧ અને ર ના અધિકારીઓ માટે તાલીમ ફરજિયાત બનાવવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડની સહીથી આ અંગે પ જુન ર૦રપ ના દિવસે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે રાજ્ય સ૨કા૨ની વિવિધ સેવાઓના વર્ગ-૧ અને વર્ગ-૨ના ફરજરત અધિકારીઓએ તેઓની સેવાના સમયગાળાના બઢતી / ઉ.૫.ધો.ના તબક્કે રાજ્ય સરકાર દ્વારા નિયત ક૨વામાં આવેલ નિવાસી/ સંસ્થાકીય તાલીમ મેળવવાની રહેશે. સંબંધિત અધિકારીઓએ તેઓની બઢતી / ઉ.પ.ધો. મેળવતા પહેલાં ૦૨(બે) અઠવાડિયાની તાલીમ મેળવવાની રહેશે.
સંબંધિત અધિકારી આ ૦૨(બે) અઠવાડિયાની તાલીમ નિવાસી / સંસ્થાકીય લઈ શક્શે અથવા ૦૨(બે) અઠવાડિયા પૈકી ૦૧(એક) અઠવાડિયાની તાલીમ નિવાસી/ સંસ્થાકીય (૩ થી ૫ દિવસની) અને ૦૧(એક) અઠવાડિયાની ઓનલાઈન તાલીમ લઈ શકશે. પરંતુ આ ૦૨(બે) અઠવાડિયાની તાલીમમાં ૦૧(એક) અઠવાડિયાની તાલીમ ફરજીયાતપણે નિવાસી / સંસ્થાકીય (૩ થી ૫ દિવસની) મેળવવાની રહેશે. સંબંધિત અધિકારીએ ભારત સરકાર દ્વારા રચાયેલ શઞ્બ્વ્ કે રાજ્ય સ૨કા૨ના ણ્ય્પ્લ્/ર્ધ્ીશ્વળક્કંશિં/ફૂ-ર્લ્ીશ્વત્તર્્ીશ્વ કે રાજ્ય સરકાર દ્વારા નિયત ક૨વામાં આવેલ અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ૫૨ મેળવેલ ઓછામાં ઓછી ૨૦(વીસ) કલાકની ઓનલાઈન તાલીમને પણ ઉપર્યુક્ત હેતુ માટે ૦૧ એક અઠવાડિયાની ઓનલાઇન તાલીમ તરીકે માન્ય ગણવાની રહેશે. આગામી તા. ૧ એપ્રિલ ર૦ર૬ બાદથી બઢતી-ઉચ્ચ પગાર ધોરણ મેળવનાર અધિકારીઓના કિસ્સામાં ઉપરોકત જોગવાઇઓ અચૂક અમલ કરવાનો રહેશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
