તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ' વિઝનથી પ્રેરિત સેવ અર્થ મિશને ઇતિહાસ રચ્યો
દેશભરમાં એક કલાકમાં ૫,૦૮,૬૦૦ કરતા વધારે વૃક્ષો વાવી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કર્યોઃ ૨૦૪૦ સુધીમાં વિશ્વમાં ૩૦૦૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણીય વિઝનથી પ્રેરિત થઈને સેવ અર્થ મિશને ‘એક પેડ મા કે નામ - નરેન્દ્ર મોદી' અભિયાન હેઠળ ૫,૦૮,૬૦૦ વળક્ષો વાવીને અને દત્તક લઈને ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ગઈ કાલે ઐતિહાસિક પ્રયાસ કર્યો છે.
આ અભિયાનની વિશેષતા એ હતી કે માત્ર છોડ વાવવામાં આવ્યા ન હતા, પરંતુ દરેક છોડને દત્તક લેવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી, જેથી આગામી વર્ષો સુધી તેમની સંભાળ સુનિヘતિ કરી શકાય.
આ મેગા ઝુંબેશ ૫ જૂન ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સાથે ચલાવવામાં આવી હતી.
આ મેગા ઝુંબેશમાં માત્ર એક કલાકમાં ૫,૦૮,૬૦૦ વળક્ષો વાવી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
સેવ અર્થ મિશન દ્વારા આગામી ૨૦૪૦ સુધીમાં પુરા વિશ્વમાં ૩૦૦૦ કરોડ વળક્ષો વાવવામાં આવશે.
આ ઐતિહાસિક સફળતામાં સેવ અર્થ મિશનના રાષ્ટ્રીય પ્રમુખ સંદીપ ચૌધરી (ઇન્ડિયા ચેપ્ટર),મનમોહન અગ્રવાલ, ૭ વખત ગિનિસ રેકોર્ડ ધારક અને આંતરરાષ્ટ્રીય રાજદૂત - વર્લ્ડ રેકોડર્સ, ડો. સી.કે. ઉનડકટ, ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ એમ્બેસેડર - સેવ અર્થ મિશન, ડો. અજય દેસાઈ, આંતરરાષ્ટ્રીય સલાહકાર-કોર્પોરેટ અને સસ્ટેનેબિલિટી અફેર્સ અને સેવ અર્થ મિશનની સમર્પિત ટીમો અને સ્પાર્ટન સ્વયંસેવકોનું નોંધપાત્ર યોગદાન રહ્યુ હતુ.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
