<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ગુજરાતમાં સરકારી-ગૌચરની ખુલ્લી થયેલ જમીનમાં ધનિષ્‍ઠ વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરો

મુખ્‍યમંત્રી-વન પર્યાવરણ મંત્રી, વડાપ્રધાનશ્રીની ‘એકપેડ માકે નામ' ઝુંબેશને ચારચાંદ લગાવવા ગુજરાતના વન વિભાગ-ખાનગી નર્સરીઓ-સામાજીક સેવાકીય સંગઠનોના સહકારથી લાખો વૃક્ષોનું વાવેતર શકય બનશે સરકારી-ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ કરવાથી ભવિષ્‍યમાં ફરી થનાર દબાણથી જમીનો મુકત રહેશે

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાથી પોલીસતંત્ર-રેવન્‍યુ તંત્રી તેમજ નગરપાલિકા-મહા નગરપાલિકાની વ્‍યાપક ઝુંબશથી શહેરી- વિસ્‍તારમાં ગ્રામ્‍યકક્ષા એ તેમજ  હાઇવે ટચ રોડ પરની સરકારી ખરાબાની તેમજ ગોૈચરની જમીન પર બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામ જોડીને લાખો ચોરસમીટર જમીનો ખુલ્લી કરાવી છે ગુજરાત સરકાર માટે એક મોટી સફળતા ગણી શકાય

આવી તંત્રની અથાગ મહેનતથી ખુલ્લી થયેલી જમીનો પર ફરી દબાણ ન થાય તે માટે સરકારે આવી જમીનો પર ચોમાસાની ઋતુ અથવા ચોમાસા દરમિયાન વક્ષારોપણ કરીને આવી જમીને રક્ષીત કરવા રાજય સરકારે બીડુ ઝડપવું જોઇએ.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ મી જૂને વિશ્વપર્યાવરણ દિનની ઉજવણીના પ્રારંભ પ્રસંગે દરેક દેશવાસીઓને ‘‘ એક પેડ મા કે નામ'' નું સુત્ર આપી એક ઝાડ વાવવાની અપીલ કરી હતી. જેને બહોળી સફળતા મળતા દેશ ભરમાં લગભગ ૧૦૯કરોડ વૃક્ષોનું વાવેતર થયાનું બહાર આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રીની આ ‘‘એક પેડ મા કે નામ'' હેઠળ વૃક્ષો વાવવાની અપીલને એક વર્ષ પુર્ણ થતા ગુજરાતમાં કુલ ૧૭.૪૮ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને સમગ્ર દેશમા ગુજરાતે બીજુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે.  તે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના કુશળ નેતૃત્‍વને આભારી છે. હવે ઝુંબેશને વધુ વેગવતી બનાવવા રાજકોટના એક જાગૃત નાગરિક કે.એન. કારીયાએ મુખ્‍યમંત્રીશ્રી તેમજ વનપર્યાવરણ મંત્રીને લેખીત રજુઆત કરી છે.

જો સરકાર દ્વારા હાલમાં જ વ્‍યાપક ઝૂંબેશથી સરકારી-ગૌચરની જમીનો પરથી દબાણ હટાવાયા છે. તે જમીનો પર જો શકય હોય તો વૃક્ષારોપણ ઝૂંબેશ હાથ ધરવી જોઇએ જો આવી જમીનો પર વૃક્ષારોપણ કરવામાં આવશે તો ફરી ભવિષ્‍યમાં કોઇ દબાણ કરી શકશે નહિ અને આપો આપ સરકારી અને ગૌચરની જમીનો દબાણ મુકત રક્ષીત થઇ જશે.

ગુજરાતમાં અનેક સેવાભાવી સંસ્‍થાઓ, જ્ઞાતિ મંડળો, યુવક મંડળો સમાજમાં વિવિધ સ્‍તરે સેવા બજાવી રહયા છે. ત્‍યારે સામાજીક-સેવાકીય સંસ્‍થા શાળા-કોલેજો-યુવાઓનો સહકાર મેળવી આ ચોમાસા પુર્વે વ્‍યાપક વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવા અંતમાં અપીલ કરી છે. રાજકોટઃ વૃક્ષનું માનવ જીવનમાં એક અદભુત યોગદાન રહેલું છે, આ પૃથ્‍વી પર મનુષ્‍યને ટકી રહેવા માટે પ્રાણવાયુની જરૂર છે, અને એ પ્રાણવાયુ વૃક્ષો દ્વારા પુરો પાડવામાં આવે છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે, વૃષોના પર્ણો પ્રકાશસંશ્‍લેષણની ક્રિયા દ્વારા હવાને શુધ્‍ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોના પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડુતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજજડ લાગે છે.

 

(10:01 AM IST)