તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ આધેડ વ્યક્તિ ને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં એક આધેડ વ્યક્તિનું તીક્ષ્ણ હથિયાર મારી ખૂન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસરવા અરવિંદભાઇ બાબુભાઇ વસાવા, રહે.બંગ્લા ફળીયુ.ડેડીયાપાડા તા.ડેડીયાપાડા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મરનાર લક્ષ્મણભાઇ રતનભાઇ તડવી.( ઉ.વ.આ.૫૮)( રહે.બંગ્લા ફળીયુ, ડેડીયાપાડા) ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ ના રાતના દસ. વાગેથી તા.૦૪/૦૬/૨૦૨૫ ના સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાનના ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમા આવેલ ઝુપડી પાસે હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્શે તેમને કોઇ તીક્ષ્ણ ધારદાર હથીયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઇજાઓ કરતા તેમનું મોત થયું હોય ડેડિયાપાડા પોલીસે ખૂન નો ગુનો નોંધી અજાણ્યા હત્યારા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
